પાકિસ્તાની સેનેટરે પોર્નસ્ટારનો PHOTO શેર કરતા હોબાળો મચ્યો, જાણો શું છે મામલો 

ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની નીતિઓનો વિરોધ કરવાના ચક્કરમાં પાકિસ્તાનના પૂર્વ ઈન્ટિરિયર મિનિસ્ટર (ગૃહ મંત્રી) તથા સેનેટર અબ્દુલ રહેમાન મલિકે (Rehman Malik) સોમવારે એક પોર્નસ્ટારની તસવીર શેર કરી નાખતા સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થયાં. મલિકે પોર્ન સ્ટારની તસવીરો ભારતમાં સીએએ પ્રદર્શનમાં સામેલ છોકરીઓનું ગણાવીને શેર કરી. પરંતુ ભૂલનો અહેસાસ થતા પછી તેમણે ટ્વીટ ડિલિટ કરવી પડી. 

પાકિસ્તાની સેનેટરે પોર્નસ્ટારનો PHOTO શેર કરતા હોબાળો મચ્યો, જાણો શું છે મામલો 

નવી દિલ્હી: ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની નીતિઓનો વિરોધ કરવાના ચક્કરમાં પાકિસ્તાનના પૂર્વ ઈન્ટિરિયર મિનિસ્ટર (ગૃહ મંત્રી) તથા સેનેટર અબ્દુલ રહેમાન મલિકે (Rehman Malik) સોમવારે એક પોર્નસ્ટારની તસવીર શેર કરી નાખતા સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થયાં. મલિકે પોર્ન સ્ટારની તસવીરો ભારતમાં સીએએ પ્રદર્શનમાં સામેલ છોકરીઓનું ગણાવીને શેર કરી. પરંતુ ભૂલનો અહેસાસ થતા પછી તેમણે ટ્વીટ ડિલિટ કરવી પડી. 

અક્ષય નામના યૂઝરે લખ્યું કે 'સર ભારતીય સ્થાનિક ફિલ્મોની પ્રભાવશાળી અભિનેત્રીઓએ હિજાબ પહેરીને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરનારા ભારતીય મુસલમાનોની સાથે એકજૂથતા બતાવી છે. તેમને સલામ, મોદી જલદી આપશે રાજીનામું' જેના જવબમાં તસવીરો પોસ્ટ કરતા રહેમાન મલિકે લખ્યું કે 'મે ગોડ બ્લેસ હર (અલ્લાહ તેમના પર રહેમ કરે).' આ ત્રણેય તસવીરો અલગ અલગ યુવતીઓની હતી. જેમાંથી બે પોર્નસ્ટાર મિયા ખલીફા અને નાદિયા અલીની હતી. તેમની આ પોસ્ટ પર ટ્વીટર યૂઝર્સે તેમની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી. ભૂલનું ભાન થતા ટ્વીટ તો ડિલિટ  કરી નાખી પરંતુ ત્યાં સુધીમાં તો ટ્વીટના સ્ક્રિન શોટ ફરતા થઈ ગયા હતાં. ભારતીય યૂઝર્સે તેમને ટ્રોલ કરવાના શરૂ કરી દીધા. 

Image may contain: 3 people, people smiling, text

(તસવીર-સાભાર સોશિયલ મીડિયા)

એક ટ્વીટર યૂઝરે લખ્યું કે આ ગયા લપેટે મેં. અન્ય એક યૂઝરે લખ્યું કે એક નાદિયા અલી છે અને એક મિયા ખલીફા બીજું કોણ છે? એક અન્ય યૂઝરે લખ્યું કે 'એકજૂથતા બતાવવા માટે હું પણ આ યુવતીઓ સાથે ઊભો છું.'

આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ પાકિસ્તાની નેતા કે પૂર્વ અધિકારી આ પ્રકારે ભારતીય ટ્રોલર્સનો શિકાર બન્યા હોય. નોંધનીય છે કે ભારતીય સંસદ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાનો અને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાની રાજનયિક અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પર કાશ્મીરમાં પેલેટ ગનના હુમલાનો દાવો કરતા એક તસવીર શેર કરી હતી. બાસિતે ભૂલથી પુરુષ પોર્ન સ્ટારની તસવીરને અનંતનાગમાં પેલેટ ગનના કારણે આંખ ખોનારા વ્યક્તિ તરીકે ગણાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news